રાજકોટ જામનગર રોડ પર પરાપીપળીયા નજીક આવેલી સોઢા નર્સિંગ કોલેજમાં અધ્યાપકો દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને જાતિ પ્રત્યે હડધૂત કરીને માર મારવામાં આવ્યા હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. વિદ્યાર્થી પ્રાર્થનામાં મોડો આવતા જાતિ પ્રત્યે હડધૂત કરી અપશબ્દો કહ્યા બાદ સાંજના 4 વાગ્યા આસપાસ વિદ્યાર્થીને પરાપીપળીયા AIIMS તરફ જવાના રસ્તે લઈ જઈ છરી બતાવી ઢીકા પાટુંનો માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે ફરિયાદ આધારે કોલેજના સાહેબ જય જોશી, મનન જોશી, લક્કી અને અન્ય એક શખ્સ સામે એટ્રોસિટી એક્ટ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુનિલ જેન્તીભાઈ પરમાર (ઉં.વ.20) રાજકોટ છેલ્લા ત્રણ મહિનાથી અભ્યાસ કરવા માટે આવેલો છુ. હું પ્રથમ વર્ષમા જી.એન.એમનો કોર્સ કરૂ છું. તા.20/02/2024ના રોજ 10 વગ્યાની આસપાસ હું મારા ક્લાસ રૂમમાં હતો. ત્યારે મારા કોમ્યુનિટિ હેલ્થ નર્સિંગના સાહેબ જય જોષી મારી પાસે આવેલ અને કહેલું કે, સવારે પ્રાર્થનામાં મોડો પહોંચેલો તે બાબતે હોસ્ટેલ તથા અભ્યાસના નિયમ મુજબ એપોલોજી મેમો લખીને આપવાનો હોય છે. જે મારે આપવાનો હતો અને તે ત્રણ મેમો થાય તો અમારે ત્યાથી જતુ રહેવુ પડે. આ મેમો મારો બીજો હતો જેથી મેં સાહેબને કહેલું કે, લખીને આપું છું. જેથી તેણે મને અપશબ્દો બોલ્યા અને કહ્યું કે જીગ્ના મેડમ પાસે ચાલ.