રાજકોટના US પિત્ઝામાંથી મિસબ્રાન્ડેડ, ડેઝર્ટ અને ખાદ્ય પદાર્થ મળી આવ્યા

રાજકોટની રૈયા ચોકડી નજીક 150 ફૂટ રિંગ રોડ પરનાં વેસ્ટ ગેસ્ટ બિલ્ડિંગ ખાતે ઓમ ફૂડના નામે US પિત્ઝા ફ્રેન્ચાઇઝ ચાલે છે. જાગૃત ગ્રાહકની એક ફરિયાદ બાદ આરોગ્ય શાખાએ US પિત્ઝા પર દરોડો પાડયો હતો. દરમિયાન બિનઆરોગ્યપ્રદ વાતાવરણ, આઇસ્ક્રીમ ડેઝર્ટનો હલકી ગુણવતાનો એક્સપાઇરી ડેટનો જથ્થો મળી આવ્યો હતો. સાથે સાથે US પિત્ઝામાં અન્ય ફૂડની ગુણવતા બાબતે આરોગ્ય વિભાગે તાકીદ કરી હતી. આ ઉપરાંત બિનઆરોગ્ય ફૂડ અને ડેઝર્ટ મળી આવતા US પિત્ઝાને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ તાજેતરમાં શરૂ થયેલા ‘ઓમ ફૂડ (યુ.એસ. પિત્ઝા)’માં ફૂડ શાખા દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ડેઝર્ટ આઇસ્ક્રીમનો લેબલીંગની વિગતો દર્શાવ્યા વગરનો પડતર જથ્થો મળી આવ્યો હતો. જેને પગલે અંદાજીત 25 લિટર જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, લાઇસન્સ ધારક સપ્લાયર પાસેથી ખરીદ કરવા બાબતે ફ્રેન્ચાઇઝી ધારકને નોટિસ ફટકારવામાં આવી હતી. અહીં વાસી ફૂડ મળતું હોવાની નાગરિકની ફરિયાદ બાદ મનપાની ફૂડ શાખાની ટીમે આ કાર્યવાહી કરી હતી. તેમજ યુ.એસ. પિત્ઝાના ફ્રેન્ચાઇઝી ધારકને નોટિસ ફટકારવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *