રાજકોટના સિવિલ અધિક્ષક આકરા પાણીએ

રાજકોટની સિવિલ હોસ્પિટલનાં એક્સરે રૂમની લોબીમાં ચાર જેટલા વાહન પાર્ક થયાની ઘટના સામે આવી હતી. આ બનાવનો વીડિયો ગઈકાલે વાઇરલ થયો હતો, જેને લઈને સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયા દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે સિવિલ અધિક્ષકે સિક્યુરિટી એજન્સીને નોટિસ ફટકારી છે. જેમાં વીડિયો ક્યારનો છે અને કોના વાહનો પાર્ક કરાયા સહિતની માહિતી આપવા આદેશ કરવામાં આવ્યો છે. સાથે જવાબદારો સામે કડક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ, ગઈકાલે જાગૃત નાગરિક દ્વારા એક વીડિયો વાઇરલ કરવામાં આવ્યો હતો. જેમાં આ વીડિયો સિવિલ હોસ્પિટલમાં આવેલ એક્સરે વિભાગ લોબીનો હોવાનું જણાવ્યું હતું. લોબીમાં અલગ-અલગ ચાર જેટલા ટુ-વ્હીલરો પાર્ક કરવામાં આવ્યા હોવાનું પણ વીડિયોમાં દર્શાવાયું હતું. જેમાં આ વાહનોના નંબર પણ સ્પષ્ટ જોવા મળતા હતા. આ વીડિયોમાં સિવિલનાં તંત્ર સામે અનેક સવાલો ઉઠવાયા હતા. જેમાં લોકોને કામ વિના લોબીમાં ઉભા ન રહેવા દેતા સિક્યુરિટી સ્ટાફને આ વાહનો ન દેખાયા? સહિતનાં સવાલો ઉઠવાયા હતા. તો સિક્યુરિટી અને સિવિલ હોસ્પિટલ સ્ટાફની મિલીભગત હોવાની ચર્ચાઓ ઉઠી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *