રાજકોટ સહકારી જગતનું રાજકારણ છેલ્લા કેટલાય સમયથી ગરમાયું છે. આર.ડી.સી. બેંક હોય, માર્કેટિંગ યાર્ડ, દૂધની ડેરી હોય કે અન્ય કોઇ સંસ્થા હોય, પરંતુ તેમાં સભ્યો વચ્ચે પૂરતો સહકાર જોવા મળતો નથી. તાજેતરમાં જ છેલ્લા બે વર્ષથી સહકારી જગતના બે આગેવાનોનું જૂથ સામે-સામે હતા અને ત્યાં સુધી કે હાઈકોર્ટના દ્વાર ખખડાવામાં આવ્યા હતા.
સમાજના આગેવાનોની મધ્યસ્થી, સમજાવટને કારણે તેમજ આખરે બન્ને વચ્ચે જે મનભેદ હતા તેમાં મનમેળ થઇ ગયો. પરંતુ હજુ સહકારી જગતમાં પૂરો સહકાર જોવા નથી મળતો. રાજકોટના સહકારી જગતમાં હજુ બે જૂથ સામ સામે છે. જોકે આ જૂથવાદની નોંધ ભાજપના મોવડી મંડળ સુધી લેવાઇ છે. કોઇ પણ સમાજલક્ષી કાર્યક્રમ હોય ત્યારે ભલે બધા એક સ્ટેજ પર હોય અને ચહેરા પર હાસ્ય જોવા મળે પરંતુ અંદર ખાને રોષ ભભૂક્તો હોય છે.