રાજકોટના વેપારી સાથે 25.53 લાખની ઠગાઇ

શહેરના આર.કે. નગર મેઇન રોડ પર ભગતસિંહ ટાઉનશિપમાં રહેતા અને શ્રીજી કોર્પોરેશનના નામથી સર્જિકલ પ્રોડક્ટનો ભાગીદારીમાં વેપાર કરતા ભૌતિકભાઇ ગોપાલભાઇ કરકરે નીરવ કાનજી ચભાડિયા, ભક્તિનગર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી વી ટ્રાન્સ ઇન્ડિયા લિ.ના મેનેજર સહિતનાઓ સામે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્રણ વર્ષ પૂર્વે આરોપી નીરવે પોતાનો નંબર મેળવી રૂ.25.53 લાખની કિંમતના છ લાખ ગ્લોવ્ઝનો ઓર્ડર આપ્યો હતો. તેને ચેકનો ફોટો મોકલી ટ્રાન્સપોર્ટમાં માલ મોકલી આપવા કહ્યું હતું.

જેથી તે માલ આગ્રા ખાતે મોકલી આપ્યા બાદ આરોપીએ બતાવેલો ચેક પોતાને નહિ મળતા તેને કોરોનાનું કારણ આગળ ધર્યુ હતું. પૈસા ન મળવાને કારણે માલ પરત મેળવવા માટે ટ્રાન્સપોર્ટમાં તપાસ કરતા માલ આગ્રાને બદલે મથુરા પહોંચી ગયો હોવાનું અને નીરવ ચભાડિયાએ કોઇ કાગળો બતાવ્યા વગર માલ છોડાવી લીધો હોવાનું જાણવા મળ્યું. બાદમાં ટ્રાન્સપોર્ટ ઓફિસે જઇને વાત કરતા તેમને માલ પરત અપાવી દેવાની વાત કરી હતી. નીરવે ન રૂપિયા ચૂકવ્યા કે ટ્રાન્સપોર્ટવાળાએ માલ પરત નહિ અપાવતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *