નજીક મુંજકા ગામના રહેવાસી કાથડભાઈ હરસુરભાઈ સેગલીયા એ વેજાગામ ગામની કરોડો રૂપિયાની કિંમતી કુલ 4 એકર 31 ગુઠા જમીન ઉપર ખોટા સાટાખત બનાવી કરેલ સિવિલ દાવો સિવિલ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે.
મરણજનાર અભેસીંહ મુળુભા જાડેજાની વડીલો પાર્જીત વીડી તરીકે ઓળખાતી જમીન જેના રેવન્યુ સર્વે 27 પૈકી 1 પૈકીની આવેલ છે. મુંજકાના રહીશ કાથળભાઈ હરસુરભાઈ સેગલીયા એ અભેસીંહ મુળુભા જાડેજાની રાજકોટ તાલુકાના વેજાગામના રેવન્યુ સ.નં.247 પૈકીની વીડી તરીકે ઓળખાતી જમીન એક ગુઠા 38-25 જમીન 4 એકર 31 ગુઠા જમીન વેચાણ તા.18.01.1975નો મહુર્મે અભેસીંહ મુળુભા જાડેજા દ્વારા વેચાણ કરાર કાથળભાઈ સેગલીયા, નાગદાનભાઈ રામભાઈ જલુને એક વિધાના રૂ.375 લેખે વેચાણ કરાર કરેલ અને તેની સુથી પેટે રૂ. 1250 આપેલ છતા અભેસીહ મુળુભાના વારસો કરારનો અમલવારી કરતા ન હોય અને તા.12.09.2014ના રોજ જે.સી.બી. વાળાને મોકલી આ જમીન પ્રવેશ કરવા લાગતા હાલનો દાવો લાવવાની ફરજ પડેલ તેમ જણાવીને કાથળભાઈ સેગલીયાએ રાજકોટના પ્રિન્સીપાલ સિવિલ જજ સમક્ષ કરારના વિશીષ અમલ મળવા અને કાયમી મનાઈ હુકમ વિજ્ઞાપનનો દાવો વેજાગામના રહેવાસી મરણજનાર અભેસીંહ મુળુભા જાડેજાના વારસદારો રાજેન્દ્રસીંહ, જયદેવસીંહ, કીશોરસીહ, નવલસીંહ, યોગેન્દ્રસીંહ, પુષ્પાબા તથા જયેન્દ્રબા, વૈશાલીબા વગેરે સામે વર્ષે 2014માં દાવો દાખલ કર્યો હતો.
કોર્ટ દ્વારા પ્રતિવાદીઓને હાજર થવા સમન્સ ઈસ્યુ કરેલ. તેમાં પ્રતીવાદી નવલસિંહ અભેસીહ જાડેજા વતી એડવોકેટ સંજય એચ. પંડયા કોર્ટમાં હાજર થઈને સીવીલ પ્રોસી. કોર્ડ ઓડર 7 રૂલ 11 નીચે અરજી આપીને દાવો રદ કરવા અરજ કરેલ હતી. તેમાં એડવોકેટ સંજય પંડયાએ સિવિલ કોર્ટમાં લેખિત તથા મૌખિક દલીલો કરીને જણાવેલ કે, ગુજરનાર અભેસીંહ જાડેજા એ કાથડભાઈ સેગલીયાને કોઈ વિડીની જમીન બાબતે વેચાણ કરાર કરી આપેલ નથી. હાલનો કહેવાતો વેચાણ કરાર ઉભો કરેલ ખોટો, બનાવટી છે. ગેરકાયદેસર રીતે કરોડોની જમીન પચાવી પાડવા હાલનો દાવો કાથડભાઈ 39 વર્ષ બાદ કોર્ટમાં લાવેલ છે, જેથી વાદીનો દાવો લિમિટેશન બહારનો હોય તથા ઉચ્ચ અદાલતના જજમેન્ટો રજૂ રાખીને સિવિલ પ્રોસિજર ઓર્ડર 7 રૂલ 11 નીચે દાવો રદ કરવા સિવિલ કોર્ટને અપીલ કરેલ હતી.