રાજકોટના વેજાગામના યુવકની પડધરી પાસે હત્યા

પડધરી નજીક ઢોકળિયા ગામના રસ્તા પરથી એક યુવકની લાશ મળી આવતા પડધરી પોલીસએ ઘટના સ્થળે પહોચી તપાસ કરતા યુવકના શરીરે ઇજાના નિશાન હોય તેમજ નજીક એક બાઇક પણ મળી અાવતા પોલીસે યુવકનો મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સીવીલમાં ખસેડી યુવકની હત્યા અંગે તપાસ હાથ ધરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઢોકળિયા ગામ પાસેથી રોડ નજીક એક યુવકની લાશ પડી હોવાની જાણ થતા પડધરી પોલીસ મથકના પીએસઆઇ ઝાલા સહીતે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા યુવક બેઠેલ હાલતમાં જોવા મળતા અને શરીરે ઇજાના નિશાન હોય પોલીસે યુવકની ઓળખ મેળવવા કાર્યવાહી કરી તેમજ યુવકના મોતનુ સાચુ કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડી યુવકની હત્યા થયાની શંકાએ તપાસ હાથ ધરી હતી.

પોલીસની વધુ તપાસમાં મૃતક યુવાન રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા વેજાગામનો જયદીપ હમીરભાઇ મેરીયા (ઉ.25) હોવાનુ બહાર આવતા પોલીસે તેના પરિવારની પુછતાછ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *