રાજકોટના રેશનિંગ દુકાનદારોની હડતાલની ચીમકી

છેલ્લા એક સપ્તાહથી રાજકોટમાં પુરવઠા વિભાગના સર્વરની સમસ્યા જોવા મળે છે. જેને કારણે દુકાનદારો અને રાશનકાર્ડ ધારકો વચ્ચે ઘર્ષણ, બોલાચાલીના બનાવો બને છે.

રાશનકાર્ડધારકોને પોતાને મળવાપાત્ર રાશન લેવા માટે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય કેટલીક માંગણી નહીં સંતોષાતા રાશનકાર્ડના વેપારીમાં રોષની લાગણી જોવા મળે છે. અનેક વખત રજૂઆત કરવા છતા કોઈ નિરાકરણ નહિ આવતા રેશનિંગ દુકાનદારોએ હડતાલની ચીમકી ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *