રાજકોટના રેલનગરમાં આવેલ અંડરબ્રિજ ફરી બંધ કરાયો

રાજકોટના રેલનગરમાં આવેલ અંડર બ્રિજ ફરી બંધ કરવામાં આવ્યો છે. ગઇકાલે વધુ વરસાદના કારણે બંધ કરાયા બાદ પાણીનો નિકાલ થતા આજે સવારે ફરી ચાલુ કરાયો હતો. જોકે, આજે સવારથી ભારે વરસાદ ચાલુ રહેતા રેલનગરનો બ્રિજ અડધો પાણીથી ભરાઈ ગયો છે. જેને લઈને ફરીથી બ્રિજ બંધ કરવામાં આવતા વાહનચાલકોને ફરી હેરાનગતિ ભોગવવાનો વારો આવશે. હાલ તંત્ર દ્વારા પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *