રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા. 14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજનાના જન્માષ્ટમીના લોકમેળાને લઈને ડ્રો અને હરાજી શરૂ થઈ ચૂકી છે. જ્યારે આજે યાંત્રિક રાઈડની હરાજી થઈ હતી. જેમાં યાંત્રિક રાઈડની ટિકિટના દરમાં રૂ. 5નો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, લોકોએ રાઈડમાં બેસવા બેસવા માટે રૂ. 45ને બદલે રૂ. 50 ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે, આજે 34 યાંત્રિક રાઈડની હરાજી થકી વહીવટી તંત્રને રૂપિયા 1.32 કરોડની કમાણી થઈ છે.
તો બીજી તરફ આ હરાજી પૂર્વે ચકરડી ધારકોમાં નારાજગી જોવા મળી હતી અને તેમના દ્વારા ચકરડીના પ્લોટ સાથે ભાવમાં ઘટાડો કરવાની માગણી પણ કરવામાં આવી હતતી. જોકે, લોકમેળા આયોજન સમિતિના જણાવ્યા પ્રમાણે આ વખતે એકપણ પ્લોટના ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી અને ચકરડી પણ ગત વર્ષે હતી એટલી જ 18 છે. મહત્વની વાત એ છે કે, આ વર્ષે લોકમેળામાં રમકડાના 98 સહિત 143 જેટલા સ્ટોલ અને પ્લોટ ખાલી રહ્યા છે.
ટિકિટના ભાવ રૂ. 45થી વધારી રૂ. 50 કરવાની મંજૂરી આપાઈ ચકડોળ ધારક ઝાકિર બ્લોચે જણાવ્યું હતું કે, આજે સારી રીતે હરાજી પૂર્ણ થઈ છે. જન્માષ્ટમીનો લોકમેળો ખૂબ જ સારી રીતે થશે. આજે ટિકિટના રૂપિયા 45થી વધારે રૂપિયા 50 કરી દેવા માટે મંજૂરી આપવામાં આવી છે. આજે યાંત્રિક રાઈડ માટેના 34 જેટલા પ્લોટની હરાજી હતી તે પૂર્ણ થઈ ચૂકી છે.