રાજકોટના મહિલા વકીલની હવે ગમે ત્યારે ધરપકડ થશે

ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં ભોગ બનનાર સગીરાની ઓળખ છતી કરવા અંગે રાજકોટનાં મહિલા એડવોકેટ સામે તાલુકા પોલીસમાં થયેલી ફરિયાદ અંગે પોલીસે કોર્ટમાં મંજૂરી માંગી હોય કોર્ટ દ્વારા એફઆઈઆર માટે હુકમ કરાતા તાલુકા પોલીસે વકીલ ભુમિકાબેન પટેલ સામે નોન કોગ્નિઝેબલ ગુન્હો નોંધીને હવે ભુમિકા પટેલની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

જેતે સમયે ભૂમિકા પટેલે કોર્ટમાં ફરિયાદ કરી જિલ્લા પોલીસ વડા , ડીવાયએસપી, એએસઆઇ સહિત ની ટીમ સામે સગીરાની ઓળખ છતી કરવાની અને અખબારમાં ખોટી પ્રેસ રીલીઝ આપ્યાની ફરિયાદ કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ સગીરાનાં વકીલ ભુમિકાબેન પટેલે મીડિયા સમક્ષ આપેલા ઇન્ટર્વ્યુમાં સગીરાની ઓળખ છતી થાય તે પ્રકારે વાત કરી હતી અને જે તે સમયે સગીરાનાં પિતાએ પણ ગત તા.17 નાં તાલુકા પોલીસ સ્ટેશનમાં વકીલ ભુમિકાબેન સામે જુવેનાઈલ એક્ટ કલમ હેઠળ ગુનો નોંધવા કોર્ટની પરમિશન માંગી હતી.

દરમ્યાન કોર્ટ દ્વારા એફઆઈઆર કરવા હુકમ કરતા ભુમિકાબેન પટેલ સામે વિધિવત ગુનો નોંધાયો છે અને હવે ગમે ત્યારે ભૂમિકા પટેલની ધરપકડ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *