રાજકોટના પવન કન્સ્ટ્રક્શને નાણાવટી ચોકથી રામાપીર ચોકડી સુધી બનાવેલાw ડામર રોડમાં અને ક્લાસિક કન્સ્ટ્રક્શને કિડની હોસ્પિટલ પાસે ગંગોત્રી પાર્કનો રસ્તો બનાવ્યો છે. જે બન્ને રોડમાં અનેક સ્થળે ગાબડાં પડી જતા અને રસ્તો ક્ષતિગ્રસ્ત થતાં નોટિસ ફટકારી રિપેર કરવા હુકમ કરાયો છે.
રાજકોટ શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ નબળા રોડની પોલ ખૂલી ગઇ છે, જેથી રાજકોટમાં બે કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારી નિયત સમયમર્યાદામાં રિપેરિંગ કામ પૂર્ણ કરવા આદેશ કરાયો છે. આ ઉપરાંત રાજકોટ સહિત રાજ્યભરમાં ડીએલપી હેઠળના રોડનું કામ કોન્ટ્રાક્ટરો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ નહીં કરે અને તેમની બેદરકારીના કારણે કોઇ જાનહાનિ કે અકસ્માત થશે તો તેમની સામે ફોજદારી કાર્યવાહીની કરવાનો નિર્ણય પણ કરાયો છે.
મક્કમ ચોકમાં અમે ખાડાઓ મેટલથી બૂરી દીધા હતા જે વરસાદમાં ધોવાઇ ગયા હશે. હવે વરસાદે વિરામ લીધો છે એટલે બુધવારે રાત્રે જ ડામરના પેચવર્ક કરી દેવાશે અને તમામ ખાડાઓ બૂરી દઇ રસ્તો મોટરેબલ કરી દેવાશે. > એમ.બી.ગાંવિત, વોર્ડ નં.3ના ડેપ્યુટી ઇજનેર
અટિકા મેઇન રોડ પર ડ્રેનેજની લાઇન નાખી હતી તેથી ચરેડા થઇ જતાં મેટલ નાખી લેવલિંગ કરાયું હતું, પરંતુ વરસાદમાં મેટલિંગ ધોવાઇ ગયું હતું. આથી ફરી મેટલિંગ મોરમ નાખી પેવર બ્લોક નાખી ક્યારેય ખાડા ન પડે તેવું કામ કરાશે. > મહેશ રાઠોડ, વોર્ડ નં.17ના ડેપ્યુટી ઇજનેરo