રાજકોટના નેફ્રોલોજિસ્ટ તબીબને અમેરિકામાં એવોર્ડ અર્પણ કરાયો

શહેરના નેફ્રોલોજિસ્ટ ડો.સંજય પંડ્યાને અમેરિકા હ્યુસ્ટન ખાતે અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની કોન્ફરન્સ દરમિયાન અમેરિકન નેફ્રોલોજિસ્ટ્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન દ્વારા એક્સેલન્સ ઇન સર્વિસ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમેરિકામાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા અને પ્રસિડેન્ટ અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજી તથા પ્રસિડેન્ટ અમેરિકન નેફ્રોલોજિસ્ટ ઓફ ઇન્ડિયન ઓરિજિન સહિતના 400 જેટલા અમેરિકન તબીબોની હાજરીમાં રાજકોટના તબીબને વિશ્વસ્તરે કિડની એજ્યુકેશન અને ફ્લૂઇડ થેરાપી ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ આ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

વિશ્વભરના ભારતીય નેફ્રોલોજિસ્ટ્સમાંથી માત્ર એક જ તબીબને એવોર્ડ આપવામાં આવે છે જેમાં રાજકોટના તબીબની પસંદગીથી શહેર જ નહીં પરંતુ ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત છે. તબીબે જણાવ્યું હતું કે, આ એવોર્ડ કોન્સોલેટ જનરલ ઓફ ઇન્ડિયાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

100થી વધુ સેવાભાવી નેફ્રોલોજિટ્સના સહયોગથી તૈયાર આ વેબસાઇટ જે 40 ભાષામાંઓમાં 200 પાનાનું “તમારી કિડની બચાવો’ પુસ્તક કિડનીના રોગોથી બચાવવાના અને તેની સારવાર અંગે લોકઉપયોગી સરળ માહિતી 12 ભારતીય અને 28 આંતરરાષ્ટ્રીય ભાષામાં ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *