રાજકોટના થોરાળામાં કુરિયર કર્મચારીને સાથી કર્મચારીએ છરી ઝીંકી દીધી , ઈજાગ્રસ્ત

રાજકોટના ભાવનગરરોડ પર થોરાળા પોલીસ સ્ટેશન પાસે કુરિયર કંપનીના બે કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થતા એક કર્મચારીએ તેના સાથી કર્મીને છરીના ઘા ઝીંકી દીધાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ જંગલેશ્વર અંકુર સોસાયટી-9માં રહેતાં અખ્તર કાદરભાઇ જીરૂકા(ઉ.વ.19) નામના યુવાનને સાંજે ભાવનગર રોડ થોરાળા પોલીસ સ્ટેશનથી આગળ પટેલ પાન નજીક આવેલ કુરિયર કંપનીની ઓફિસ પાસે હતો.

ત્યારે કુરિયરમાં સાથે જ કામ કરતાં ભાવેશ નામના શખ્સે છરીથી હુમલો કરી પેટમાં ગંભીર ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આઇસીયુમાં દાખલ કરાયો છે.

અખ્તર જીરૂકા ત્રણ ભાઇમાં નાનો છે અને કુરિયર કંપનીમાં નોકરી કરે છે. સાંજે તે નોકરીના સ્થળે હતો ત્યારે સાથે જ કામ કરતાં ભાવેશ નામના શખ્સ સાથે કોઇ કારણે બોલાચાલી થતાં ભાવેશે છરીથી હુમલો કરી દીધો હતો. અખ્તર સારવાર હેઠળ હોઇ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *