રાજકોટના ભાવનગર રોડ પર આવેલા અણીયારા ગામે સરકારી જમીન ઉપર ઝૂપડાનું દબાણ થઈ ગયું હતું અને ત્યા દારૂના વેચાણ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હતી. જોકે આજે વહીવટી તંત્ર દ્વારા ત્યાં બુલડોઝર ફેરવી દબાણ હટાવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઢાંઢણી ગામે બેલાના બાંધકામવાળું મકાન ખડકી દેવાયું હતું જે પણ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણરૂપ હોવાથી હટાવવામાં આવ્યું હતુ. 50 લાખની કિંમતની સરકારી જગ્યા ખાલી કરાવવામાં આવી હતી.
રાજકોટના ભાવનગર રોડ પર આવેલી ઢાંઢણી અને અણીયારામાં સરકારી જમીન પર ખડકાયેલા દબાણોને તોડી પાડવા માટે અગાઉ મહેસુલ વિભાગ દ્વારા નોટિસ દબાણકારોને ફટકારવામાં આવી હતી. જેમાં દબાણો દૂર કરવા માટેની છેલ્લી મુદ્દત આપવામાં આવી હતી, પરંતુ આ મુદત દરમિયાન દબાણકારોએ ખડકેલા દબાણ નહીં હટાવાતા અંતે રેવન્યુ વિભાગના અધિકારીઓએ ઢાંઢણી અને અણીયારામાં પોલીસ કાફલા સાથે દોડી જઈ સરકારી જમીનો પર અનઅધિકૃત રીતે ખડકાયેલા આ દબાણો હટાવ્યા હતા.