રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન પર હાઇકોર્ટની રોક

રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન હાઇકોર્ટે રોક લગાવી દીધી છે. 27 જાન્યુઆરીએ રહેવાસીઓને ઘર ખાલી કરવા નોટિસ આપી હતી. એ અગાઉ GRT(ગુજરાત રેવન્યુ ટ્રિબ્યનલ)માં અરજદારો અપીલમાં ગયા હતા, જેથી કોર્ટે કહ્યું કે GRT ત્રણ મહિનામાં અપીલ નક્કી કરે. હાઇકોર્ટે 202ની નોટિસ સામે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં જવા કહ્યું છે. આ નિર્ણયને પગલે 20 હજાર લોકો અને 1600 પરિવારને 3 મહિના સુધી રાહત મળી છે. આ રાહત મળતા જંગલેશ્વરના રહીશોમાં ઇદ અને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

અરજદારોને 15 દિવસમાં GRT(ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ)માં અપીલ કરવા અને GRTએ ત્રણ મહિનાની અંદર કેસ ચલાવવા આદેશ કર્યો છે. આ ઉપરાંત 2010નું પુનર્વસનનું સરક્યુલર ધ્યાને લેવા તાકીદ કરી છે. આ ઉપરાંત 1358 પરિવારોની રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા માટે તંત્ર સમક્ષ રજૂઆત પણ કરાશે.

રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા જંગલેશ્વર સહિત આસપાસની 7 જેટલી સોસાયટીના 1358 પરિવારોને ડિમોલિશન માટેની ફાઇનલ નોટિસ આપવામાં આવી હતી. અસરગ્રસ્તોએ તાજેતરમાં મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ દોડી જઈને ઉગ્ર રજૂઆતો કરી હતી. રૂ. 400 કરોડની કિંમતની અંદાજે 1.05 લાખ ચો. મીટર જગ્યા ખાલી કરવાની નોટિસ મળતાં અનેક પરિવારો ચિંતામાં મુકાઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *