રાજકોટના ચકચારી ફાયરિંગ કેસમાં વધુ એકની ધરપકડ

29 ઓક્ટોબર 2025ના રોજ શહેરના મંગળા રોડ પર જૂની અદાવતમાં પેંડા અને મુર્ગા ગેંગ દ્વારા સામસામે સરાજાહેર ફાયરિંગ કેસમાં ફાયરિંગ કરી મુખ્ય સૂત્રધાર જંગલેશ્વરનો સંજય ઉર્ફે સંજલો મોરબી પહોંચ્યો હતો જ્યાં તેને આશરો ઇમરાન ઈકબાલ જેડા નામના શખ્સે આપ્યો હોવાનું સામે આવતા ઇમરાન ઈકબાલ જેડા (ઉ.વ.32)ને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં પકડાયેલ શખ્સે સંજય ઉર્ફે સંજલાને મોરબીમાં બે દિવસ આશરો આપ્યો હોવાનું સામે આવતા વધુ તપાસ અર્થે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે પેંડા અને મુર્ગા ગેંગના કુલ 35 આરોપીની ધરપકડ કરી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે.

સોનીબજારમાં ચાંદીના વેપારી સાથે મહારાષ્ટ્રના દેવીલાલની 13.50 લાખની ઠગાઇ અમીન માર્ગ પર રહેતા અને ખત્રીવાડમાં આર.કે. હાઉસ નામના બિલ્ડીંગમાં આર.કે. સિલ્વર નામે પેઢી ચલાવતાં રણજીતભાઈ ખેંગારભાઈ વાઢેર (ઉ.વ.58)એ એ.ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા મહારાષ્ટ્ર સાંગલીના આષ્ટાગામના દેવીલાલ વાધરામ માલી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમની પેઢીમાં તેઓની સાથે અન્ય ત્રણ ભાગીદાર છે. મહારાષ્ટ્ર સાંગલીના દેવીલાલ માલી કે જેને તેના ગામમાં અર્બુદા સીલ્વર જવેલર્સ નામે દુકાન છે તેની સાથે છેલ્લા 5 વર્ષથી ચાંદીના હોલસેલ દાગીના ઓર્ડર મુજબ આપવાનો વેપાર કરે છે. દાગીના મળ્યે સમયસર રૂપીયા આપી દિધા હતાં. દેવીલાલ માલીને તા.20.05.2024ના 18 કીલો 104 ગ્રામ ચાંદીના અલગ-અલગ દાગીના રૂ.8.06નો ઓર્ડર લખાવેલ તેના રૂ.4.22,400 પેઢીના ખાતામાં જમા કરાવ્યા હતા જેથી કુરીયર મારફત ઓર્ડર મુજબ ચાંદીના દાગીના મોકલાવેલ હતાં. બાદ નવા ઓર્ડર મુજબ 17 કીલો 847 ગ્રામ ચાંદીના અલગ અલગ દાગીના રૂ.9,65,908ના મોકલ્યા હતા. તેઓએ થોડા દિવસમાં આ બીલના તથા અગાઉના બીલના પૈસા આપી દઈશ તેમ વાત કરી હતી પરંતુ પૈસા આપ્યા ન હતા જેને લઇ કુલ રૂ.13,49,197 આજ સુધી પરત ન આપતા એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *