રાજકોટના કે.કે.વી. બ્રિજની ઢીલી કામગીરી મામલે મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. મનપાએ બ્રિજના કામમાં ઢીલાશ મામલે રણજીત બિલ્ડકોનને નોટિસ ફટકારી છે. જોકે, રણજીત બિલ્ડકોન પર કોઈ પેનલ્ટી નહીં લગાવવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે.
રાજકોટના કે.કે.વી ચોક પાસે મલ્ટીલેવલ બ્રિજની કામગીરી ચાલી રહી છે. આ કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. લાંબા સમયથી દરરોજ હજારો વાહન ચાલકો હેરાન થઇ રહ્યા છે. કે.કે.વી બ્રિજના નિર્માણકાર્યથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. મહાનગરપાલિકા દ્વારા અપાયેલી મુદ્દતમાં કામ પૂર્ણ થયું નથી.
નવી-નવી મુદ્દતે પણ પૂર્ણ નથી થયું કામ
આ બ્રિજનું કામ નવી નવી મુદ્દતે પણ પૂર્ણ થયું નથી. સૌથી પહેલા બ્રિજ બનાવનાર એજન્સીને જાન્યુઆરી 2023નો સમય આપવામાં આવ્યો હતો. જે બાદ મુદ્દત માર્ચ મહિના સુધી વધારાઈ હતી. જોકે, માર્ચ મહિનામાં મુદ્દત એપ્રલ સુધી વધારાવામાં આવી હતી.