શહેરમાં છેલ્લા 15 વર્ષથી અવિરત અન્નદાતાઓ દ્વારા રાતના ભૂખ્યા પ્રાણીઓ તથા ગરીબ લોકોને અન્ન વિતરણ કરવામાં આવે છે.
રેસ્ટોરન્ટ, હોટેલોના રાંધેલા અનાજનો દુરુપયોગ ન થાય તે હેતુથી આ સેવાભાવીઓ દ્વારા રોજ શહેરની અલગ અલગ વિસ્તારની હોટેલ-રેસ્ટોરન્ટમાંથી અનાજ એકઠું કરીને ભૂખ્યા ગરીબ લોકો સુધી પહોંચાડવાનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે.
આ સેવાભાવીઓ રોજ પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય ફાળવી લોકોની અને મૂંગા પશુઓની અવિરત સેવા કરે છે.
આ સેવાનું કાર્ય તેજસભાઈ જોશી, દીપકભાઈ રાઠોડ, ડાયાભાઈ ટાંક, પ્રશાંતભાઈ જોધપુરા, રાજેશભાઈ હિંગુ, મેરામભાઇ આહીર, કરણભાઈ ઝાપડા અને ભરતભાઈ ચાવડા સહિતનાઓ દ્વારા કરવામાં આવે છે.
આ લોકો પોતપોતાના જીવનમાં અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે. આમ છતાંય રોજ રાતે 9 વાગ્યાથી ઘરેથી વાહન લઈને જુદા-જુદા સ્થળે પહોંચી શ્વાનને દૂધ, ગાયને રોટલા, કીડીઓનું કીડિયારું અને અને ખિસકોલીઓને અન્નનું વિતરણ કરે છે.
આ ઉપરાંત શહેરના વિવિધ હોટેલ-રેસ્ટોરન્ટના રાંધેલા અનાજને ફેંકી ન દેવામાં આવે તે અનાજથી ભૂખ્યા ગરીબ લોકોનું પેટ ભરાઈ તે માટે રોજ 200થી પણ વધારે લોકોને જમાડવામાં આવે છે.