રાજકોટનાં રાજનગર મેઈન રોડ પર ખાણીપીણીનાં ધંધાર્થીઓની તપાસ

રાજકોટમાં ચોમાસાની શરૂઆતમાં કોલેરા સહિતના રોગચાળાએ માથુ ઉંચકતા પાણી અને ખોરાકજન્ય રોગચાળો ફેલાવી શકે તેવી જગ્યાએ સઘન ચેકિંગ કરવાનો હુકમ મનપા કમિશનર દેવાંગ દેસાઇએ કર્યો હતો. જે અંતર્ગત આરોગ્ય અને ફૂડ શાખાએ ખાણીપીણી બજારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં રાજનગર મેઈન રોડ પર ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરી લોકોને બિમાર પાડે તેવા દાઝીયા તેલ, પાણીપુરીના ગંદા પાણી, ચટણી મળી 31 કિલો અખાદ્ય માલનો નાશ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર ફૂડ વિભાગે આજે સેફટી વાન સાથે રાજનગર મેઇન રોડ પર 24 ધંધાર્થીને ત્યાં તપાસ કરતા વડાપાઉં, ઘુઘરા, એગ્સની દુકાનોમાંથી અખાદ્ય માલ મળી આવ્યો હતો. જોકે દાઝીયા તેલનો ઉપયોગ કરવો આરોગ્ય માટે ખુબ હાનિકારક છે. છતાં ફાસ્ટ ફૂડની બનાવટમાં તેનો ખૂબ ઉપયોગ કરાતો હોય આ પ્રવૃત્તિ રોકવા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ચેકિંગ દરમિયાન શહેરના રાજનગર મેઈન રોડ વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 24 ધંધાર્થીઓને ત્યાંથી 31 કિલો જથ્થાનો નાશ કરી 10 ધંધાર્થીને લાયસન્સ માટે નોટિસ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *