રાજકોટમાં લૂંટરી દુલ્હન લગ્ન વાચ્છુકોને ફસાવી નાણા ફરાર થઈ જતી હોવાનો બનાવો અવાર-નવાર સામે આવતા રહે છે. ત્યારે વધુ એક બનાવમાં રાજકોટના બે પરિવારને લૂંટેરી દુલ્હન ગેંગનો ભેટો થઇ જતા રૂ.3.43 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ છે. કોઠારીયા સોલવન્ટની રાધિકા સોસાયટીમાં રહેતા જાગૃતિબેન સલાટએ આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરતના વિજય મહેશભાઇ ધકાણ, મહારાષ્ટ્રના નાગપુરના જીતેન્દ્ર ફૂલીચંદ રોકડે, કોમલબેન રાહુલભાઈ શાહ, અનુષ્કા શ્યામચરણ રાઉત, મયુરીબેન ગણેશભાઈ બોરકરના નામ આપ્યા છે. જ્યારે બીજા બનાવમાં કોઠારીયા બાલાજી પાર્કમાં રહેતા ઉમેશભાઈ જમનાદાસ ઠકરારના પુત્રના લગ્ન પણ આરોપીઓએ અનુષ્કા સાથે લગ્ન કરાવ્યા હતા. બાદમાં અનુષ્કા લગ્ન પ્રસંગમાં જવાનુ કહી નાગપુર ગયા બાદ પરત ન આવી તેની સાથે પણ છેતરપીંડી કરી હતી. આ બંને બાબતે આજીડેમ પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
બીજા બનાવમાં રાજકોટના ગુજસીટોકનાં ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને શહેર ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ ડીસીબી પોલીસને હવાલે કરેલ છે.રાજકોટ શહેરમાં આર્મ્સ એકટ, ખુનની કોશીશ, મકાન સળગાવી નાખતા જેવા ગુનામાં ગેંગના 10 સભ્યો વિરુદ્ધ શહેર ડીસીબીએ ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર રાજુ સવસીંગ બારીયા રે.છરછોડા તા.ગરબાડા જિ.દાહોદને શહેર ક્રાઈમ બ્રાંચના હે.કોન્સ. અમીત અગ્રાવત, સંજયભાઈ રૂપાપરા, પ્રદીપસિંહ જાડેજાએ માલેગાંવ મહારાષ્ટ્ર ખાતેથી પકડી કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ આરોપી રાજુ બારીયા વિરુદ્ધ રાજકોટ, ભરૂચ, ખંભાત, અમદાવાદ, દાહોદ ઉપરાંત ગાંધીનગર, હિંમતનગર જિલ્લાના કુલ 20 ગુનાઓમાં સંડોવાયેલ છે. ગુજસીટોકના ગુનામાં એક વર્ષથી ફરાર હોય તેને ઝડપી લેવા શહેર ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે.