રાજકોટનાં કાલાવડ રોડ સ્થિત મંદિરમાં 800થી વધારે ભક્તોએ 350 & 450 MLની 3,10,000 બેગ રક્તનું દાન કર્યું

રાજકોટમાં કાલાવડ રોડ પરનાં BAPS સ્વામિનારાયણ મંદિરે સદગુરુવર્ય ડોક્ટર સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ “વિરાટ રક્તદાન યજ્ઞ”માં 800થી વધુ સ્વસ્થ રક્તદાતા ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને 350 & 450 MLની કુલ 3,10,000 બેગ રક્તનું દાન કરીને સમાજસેવાની અનોખી મિસાલ પૂરી પાડી હતી. માનવસેવા કરવી એ આપણી ભક્તિ અને ધાર્મિક ફરજ છે. આ જ ભાવના સાથે 92 વર્ષની જૈફ વયે અને અનેક શારીરિક તકલીફ છતાં ઉત્સાહ સાથે રાજકોટવાસીઓને પ્રેરણા આપવા સદગુરુ ડોક્ટર સ્વામીની ખાસ હાજર રહ્યા હતા,હાલ પણ તેઓ લોકોની સુખાકારી માટે લાખો પત્રોના જવાબો આપે છે. હોસ્પિટલો, ફરતાં દવાખાનાં, અને આપત્તિમાં રાહત સેવાઓ દ્વારા તેઓ લાખો લોકોને જીવનદાન આપે છે.

રક્તદાન કેમ્પનો શુભારંભ ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી, પૂજ્ય વિશ્વેશતીર્થ સ્વામી અને અન્ય કાર્યકરો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પની શરૂઆતમાં, રાજકોટ મંદિરના પૂજ્ય સંતોએ સૌપ્રથમ રક્તદાન કરીને ભક્તોને પ્રેરણા પૂરી પાડી હતી. સમગ્ર દિવસ દરમિયાન, 800થી વધુ યુવક-યુવતીઓ, પુરુષો અને મહિલાઓએ સ્વસ્થ શરીર સાથે રક્તદાન કરીને 3,10,000 બેગ જેટલું રક્ત એકત્રિત કર્યું હતું, જે ખરેખર એક પ્રશંસનીય કાર્ય છે.રક્તદાન કરનાર તમામ દાતાઓને ભગવાનની પ્રાસાદિક માળા અને પૂ. મહંતસ્વામી મહારાજે સ્વહસ્તે લખેલા “પ્રાપ્તિની વિશિષ્ટ પુસ્તક” સ્મૃતિ રૂપે ભેટ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *