ભારત સરકાર દ્વારા પંચાયતો અને નગરપાલિકાઓના સંસાધનોને પૂરક બનાવવા માટે રાજ્યોના એકીકૃત ભંડોળમાં વધારો કરવા સંબંધિત 16મા નાણાપંચના સંદર્ભની શરતો પર વર્તમાન હિસ્સેદારોના પરામર્શના ભાગરૂપે 16મું નાણાપંચ કાલે 26મી નવેમ્બરના રોજ ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે એક રાષ્ટ્રીય પરિષદ યોજી રહ્યું છે. જેમાં રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા અને વોર્ડ નં.9ના કોર્પોરેટર દક્ષાબેન વસાણી ઉપસ્થિત રહેશે અને નાગરિકોને સારી સુવિધા આપવા સહિતનાં મુદ્દે ચર્ચા કરાશે.
આ રાષ્ટ્રીય પરિષદમાં તમામ નાગરિકો માટે જીવનની સારી ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે જરૂરી સેવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચાડવા માટે શહેરમાં ભંડોળના વિવિધ સ્ત્રોતો, ગ્રાન્ટ પર નિર્ભરતા, આવકના પ્રોપર્ટી ટેકસ અને યુઝર્સ ચાર્જીસના સ્ત્રોત મજબૂત કરવાના પ્રયાસો, સ્થળાંતર અને ગામની સીમાઓને શહેરની હદમાં ઉમેરવાની અસર શું છે? અને શહેરોના કાર્યક્ષમ વિકાસ, શહેરી પૂર અને શહેરો ગરમીના ટાપુઓ બનવા જેવી શહેરી આપત્તિઓના સંદર્ભમાં કેવી રીતે વધારી શકાય? શું કાઉન્સિલરો અને મેયરોને નિર્ણય લેવામાં મદદ કરવા બજેટ, અનુદાન, પ્રોજેક્ટ, માર્ગદર્શિકા અને ભંડોળના ઉપયોગની સ્થિતિ વગેરે વિશેની માહિતીની સરળ ઉપલબ્ધિ છે કે નહીં?