રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગો એર લાઇન્સની સેવા હજુ ખોરવાયેલી છે. આજે 9 ડિસેમ્બરની રાજકોટથી દિલ્હી અને મુંબઈની સાંજની ફ્લાઈટ કેન્સલ જાહેર કરવામાં આવી છે. જેને લીધે મુસાફરો હજુ હેરાનગતિ ભોગવી રહ્યા છે.
રાજકોટથી ઈન્ડિગો એરલાઇન્સની હવાઈ સેવા ખોરવાતા મુસાફરોમાં ભારે રોષ છે. ગત શુક્રવારે રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ડિગોની તમામ 8 ફ્લાઈટ રદ થઈ હતી. શનિવારે 8માંથી એક ફ્લાઈટ રદ થઈ હતી. રવિવારે 9માંથી 5 ફ્લાઈટ કેન્સલ થઈ હતી તો 8 ડિસેમ્બરના 8માંથી 4 ફ્લાઇટ રદ થઈ હતી. જ્યારે આજે 9 ડિસેમ્બરના 9માંથી 2 ફ્લાઈટ કેન્સલ જાહેર થઈ છે.
રાજકોટથી દિલ્હીની ફ્લાઇટ કેન્સલ છે ઈન્ડિગો એર લાઇન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, 9 ડિસેમ્બરની રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 17.55 વાગ્યાની રાજકોટથી દિલ્હીની ફ્લાઇટ કેન્સલ છે ઉપરાંત 19.55 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ રદ જાહેર કરવામાં આવી છે. આ સિવાયની સવારની 8.05 વાગ્યાની દિલ્હી, 9 વાગ્યાની મુંબઈ, 10.25 વાગ્યાની પુણે, 12 વાગ્યાની ગોવા, 3.55 વાગ્યાની હૈદરાબાદ, 4.15 વાગ્યાની બેંગ્લોર અને 4.55 વાગ્યાની મુંબઈની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે.