26મી જાન્યુઆરીના પ્રજાસતાક પર્વની પરેડને અનુલક્ષીને દેશની રાજધાની દિલ્હી ખાતે હવાઈ રિહર્સલનો પ્રારંભ થતા દિલ્હી એરપોર્ટની હવાઈ સેવા સાથે રાજકોટની હવાઈ સેવામા ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટથી દિલ્હીની સવારની 10.10 વાગ્યાની ફ્લાઈટ 26 મી સુધી 11.10ના ઉપડી રહી છે.
દેશની રાજધાની દિલ્હી ખાતે સવારના 10.30થી બપોરના 12 કલાક સુધી ભારતીય વાયુસેના દ્વારા આગામી પ્રજાસતાકની હવાઈ પરેડને અનુલક્ષીને રિહર્સલ શરૂ થતા આ સમય દરમિયાન દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટની ઈન્ટરનેશનલ ડોમેસ્ટિક ફલાઈટોના સમયમાં ફેરફાર કરાતા તેમાં રાજકોટની એક ફલાઈટનો સમાવેશ થતા સવારની દિલ્હી-રાજકોટ -દિલ્હી ફલાઈટને આગામી તા.26મી સુધી એક કલાક મોડી કરવામાં આવી છે.
એર ઈન્ડિયાની એઆઈસી 885/886 દિલ્હી- રાજકોટ- દિલ્હી સવારની ફલાઈટ જે રાજકોટના એરપોર્ટથી ડેઈલી સવારે 10.10 કલાકે ટેક ઓફ થઈ રહી છે. આ ફલાઈટને આજથી સવારના 10.10ના બદલે સવારના 11.10 કલાકે ટેક ઓફ કરવામાં આવી છે. આ ફલાઈટ આગામી તા.26મી સુધી 1 કલાક મોડી રહેશે.
એર ઈન્ડિયાની દૈનિક સવારે 10.10 કલાકે રાજકોટથી ટેક ઓફ થતી રાજકોટ-દિલ્હી ફલાઈટ દિલ્હીના પ્રજાસતાક પર્વના રિહર્સલમાં બાધારૂપ બને નહીં તે માટે તા.26મી જાન્યુઆરી સુધી એક કલાક મોડી કરવામાં આવી છે. એર લાઈન્સ કંપની દ્વારા આ ફલાઈટના સમયના ફેરફારની ટિકિટ બુક કરાવનારા પ્રવાસીઓને જાણ કરવામાં આવી છે.