પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે તેમજ હોળીના તહેવાર દરમિયાન તેમની મુસાફરીની માગને પહોંચી વળવા માટે, રાજકોટ-લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવશે. રાજકોટ-લાલકુઆં વચ્ચે ખાસ ભાડા પર હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવનાર છે. જેમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રહેશે. ટ્રેન નંબર 05046/05045 રાજકોટ-લાલકુઆં હોળી સ્પેશિયલ ટ્રેનની (4 ટ્રીપ) દોડાવવામાં આવનાર છે. આજથી આ ટ્રેનની ટિકિટોનું બૂકિંગ શરૂ કરાયું છે.
મળતી માહિતી અનુસાર ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ રાજકોટથી સોમવાર, 25 માર્ચ, 2024 અને 01 એપ્રિલ, 2024ના રોજ રાજકોટથી 22.30 કલાકે ઉપડશે અને બુધવારે 04.05 કલાકે લાલકુઆં પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ, રવિવાર, 24 માર્ચ, 2024 અને 31 માર્ચ, 2024 ના રોજ લાલકુઆંથી 13.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18.10 કલાકે રાજકોટ પહોંચશે.