રશ્મિકા-વિજયે છુપાઈને સગાઈ કરી લીધી!

સાઉથ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે બોલિવૂડમાં પણ દર્શકોનાં મન જીતી લેનાર રશ્મિકા મંદાના અને સાઉથ સ્ટાર વિજય દેવરકોંડાના અફેરની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. એવામાં રશ્મિકાના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં એક્ટ્રેસના હાથમાં એક વીંટી દેખાઈ રહી છે. આ ફોટોને જોઈ ફેન્સ અટકળો લગાવી રહ્યા છે કે વિજય અને રશ્મિકાએ છુપાઈને સગાઈ કરી લીધી છે.

વાસ્તવમાં રશ્મિકા મંદાના સાઉથ ઇન્ડિયન ઇન્ટરનેશનલ મૂવી એવોર્ડ્સ (SIIMA) 2025 માટે દુબઈ પહોંચી છે. આ સમયે દુબઈ એરપોર્ટ પરથી તેના ફોટો અને વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. વીડિયોમાં તે વ્હાઈટ શર્ટ અને બ્લૂ ડેનિમમાં દેખાઈ રહી છે. તેણે સનગ્લાસીસ પણ પહેરેલા છે. તે પોતાના ખભે રાખેલી બેગને વ્યવસ્થિત કરવા જાય છે, ત્યારે તેના હાથમાં રિંગ દેખાઈ રહી છે. આ રિંગ સગાઈની વીંટી જેવી દેખાતી હોવાથી ફેન્સ ખૂબ ઉસ્તાહમાં જોવા મળી રહ્યા છે, જોકે હજુ સુધી બંને સ્ટાર્સમાંથી કોઈએ આ વાતની પુષ્ટિ આપી નથી.

તાજેતરમાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આયોજિત 43મી ઈન્ડિયા ડે પરેડ દરમિયાન એક્ટ્રેસ રશ્મિકા મંદાના અને એક્ટર વિજય દેવરકોંડા સાથે જોવા મળ્યાં હતાં. ન્યૂયોર્કના મેનહટનના રસ્તાઓ પર હાથમાં હાથ નાખીને ચાલતાં જોવા મળ્યાં હતાં, જોકે કેમેરા જોઈને વિજય અને રશ્મિકાએ હાથ છોડી દીધા હતા. આ વીડિયો જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સે વિવિધ કોમેન્ટ્સ કરી હતી. એક યુઝરે લખ્યું, ‘તેઓ એકસાથે કેટલાં સુંદર લાગે છે.’ બીજાએ લખ્યું, ‘મને લાગે છે કે તેઓ પહેલાંથી જ પરિણીત છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *