રશિયા પાસેથી 3 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદશે ભારત

ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ રૂટ બંધ થઈ ગયો છે. આવી સ્થિતિમાં, ક્રૂડ ઓઈલનો પુરવઠો બંધ થયા પછી, ભારત લગભગ 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ રશિયા પાસેથી ખરીદશે.

આ દાવો બ્લૂમબર્ગના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓએ રશિયા સાથે તેલના કરાર કર્યા છે.

તાજેતરમાં અમેરિકાએ દરિયામાં ફસાયેલા રશિયન તેલના શિપમેન્ટ ખરીદવા માટે ભારતને 30 દિવસ (3 એપ્રિલ સુધી)ની છૂટ આપવાનો દાવો કર્યો હતો.

જોકે, આ અંગે ભારતીય અધિકારીઓ કહી ચૂક્યા છે કે ભારત તેલ ખરીદવા માટે કોઈ પણ દેશની પરવાનગી પર નિર્ભર નથી.

રિપોર્ટ અનુસાર, અમેરિકા અને ઇઝરાયલના ઇરાન પરના હુમલાઓ પછી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ દ્વારા થતી તેલની સપ્લાય પ્રભાવિત થઈ છે. આવી સ્થિતિમાં, ભારતીય રિફાઇનર્સે તે રશિયન જહાજોને સુરક્ષિત કર્યા છે જેઓ પહેલાથી જ એશિયન સમુદ્રમાં હાજર હતા, પરંતુ તેમને ખરીદદારો મળી રહ્યા ન હતા.

વેપારીઓનું કહેવું છે કે ઇન્ડિયન ઓઇલે લગભગ 1 કરોડ બેરલ અને રિલાયન્સે પણ ઓછામાં ઓછું 1 કરોડ બેરલ તેલ ખરીદ્યું છે. બાકીનું તેલ અન્ય ભારતીય રિફાઇનિંગ કંપનીઓએ લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *