રશિયાના કામચાટકામાં 600 વર્ષમાં પહેલી વાર ક્રશેનિનિકોવ જ્વાળામુખી ફાટ્યો. કામચાટકાના કટોકટી મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે આ જ્વાળામુખી 2 ઓગસ્ટના રોજ ફાટ્યો હતો.
મંત્રાલયે કહ્યું- 1856 મીટર ઊંચા ક્રેશેનિનિકોવ જ્વાળામુખીમાં વિસ્ફોટ પછી, રાખનો વાદળ 6 હજાર મીટરની ઊંચાઈ સુધી ફેલાયો હતો. જેના કારણે આ વિસ્તારનો હવાઈ માર્ગ બંધ થઈ ગયો હતો.
વૈજ્ઞાનિકો માને છે કે આ વિસ્ફોટ ચાર દિવસ પહેલા રશિયાના કામચાટકા ટાપુ પર આવેલા 8.8ની તીવ્રતાના ભૂકંપ સાથે સંબંધિત હોઈ શકે છે. તે વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો ભૂકંપ હતો.