રશિયન તેલ ખરીદી અંગે ટ્રમ્પનો દાવો ખોટો

ભારતીય વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે જણાવ્યું હતું કે બુધવારે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.

યુએસ પ્રમુખ રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો હતો કે પીએમ મોદીએ બુધવારે તેમને કહ્યું હતું કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. “હું ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદ્યાથી ખુશ નહોતો. હવે આપણે ચીનને પણ એવું જ કરવા માટે મજબૂર કરવું પડશે.”

ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ઓગસ્ટ 2025 સુધી ભારત પર 25% વધારાનો ટેરિફ લાદ્યો છે. આનાથી ભારત પર લાદવામાં આવેલ કુલ ટેરિફ 50% થઈ ગયો છે.

દરમિયાન ટ્રમ્પના દાવા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી ડરવાનો આરોપ લગાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *