ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે અમેરિકા દ્વારા જે 30 દિવસની છૂટની જાહેરાત કરવામાં આવી છે, તેના પર રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ પાર્ટીએ તેને ભારતની સાર્વભૌમત્વ પર હુમલો અને અમેરિકી બ્લેકમેલ ગણાવ્યો છે. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યો છે કે આખરે અમેરિકા આ રીતે આપણને ક્યાં સુધી બ્લેકમેલ કરતું રહેશે.
અમેરિકાના નિવેદન પર કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો આ મામલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં આ વિશે ગત સત્રનો વીડિયો શેર કર્યો છે. લોકસભામાં રાહુલ ગાંધીએ રશિયા પાસેથી ઓઈલ ખરીદી પર અમેરિકી હસ્તક્ષેપ પર સરકાર પર નિશાન સાધ્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે- શું અમેરિકા આપણને કહેશે કે આપણે રશિયા કે ઈરાન પાસેથી ઓઈલ ખરીદી શકીએ કે નહીં. આ અમેરિકા નક્કી કરશે, આપણા વડાપ્રધાન નહીં.
ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ ગંભીર ખતરામાં છે, કારણ કે વડાપ્રધાન મોદી પર એપસ્ટીન ફાઇલ્સ અને અદાણી કેસને લઈને દબાણ કરવામાં આવી રહ્યું છે.
અમેરિકા દ્વારા ભારતને રશિયન ઓઈલ ખરીદવા માટે ‘મંજૂરી’ આપવાની અને 30 દિવસની ‘છૂટ’ આપવાની ઘોષણા સ્પષ્ટપણે દર્શાવે છે કે મોદી સરકાર સતત રાજદ્વારી ક્ષેત્ર છોડી રહી છે.
આ પ્રકારની ભાષા સામાન્ય રીતે પ્રતિબંધિત દેશો માટે ઉપયોગમાં લેવાય છે, ભારત જેવા દેશ માટે નહીં, જે વૈશ્વિક વ્યવસ્થામાં એક જવાબદાર અને સમાન ભાગીદાર રહ્યો છે.