ગુજરાત પોલીસ દળમાં PSI અને LRDની 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાનો આજથી રાજ્યભરમાં પ્રારંભ થયો છે. 10 લાખથી વધુ યુવાનોમાં જેમનો શારીરિક કસોટી માટે પ્રથમ દિવસે નંબર આવ્યો હોય તેવા રાજ્યના 15 ગ્રાઉન્ડ પર ‘કહી ખુશી કહી ગમ’ જેવો માહોલ જોવા મળ્યો હતો.
વહેલી સવારથી જ ઉમેદવારો ગ્રાઉન્ડ પર ઉમટી પડ્યા હતા. અનેક મહિલાઓએ સંઘર્ષ અને મક્કમ મનોબળ સાથે દોડ પૂર્ણ કરી હતી. જ્યારે અમુક મહિલાઓ માત્ર અમુક માઈક્રોસેકેન્ડથી રહી જતાં હતાશ થઈને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. જો કે, અમુક મહિલાઓએ હિંમત અને મજબૂત મનોબળ સાથે ફરી પરીક્ષા આપવાની તૈયારી બતાવી હતી.
ભરતી અંતર્ગત ઉમેદવારોને રાજ્યનાં 15 નિર્ધારિત શહેરો, જિલ્લાઓ, SRP જૂથો અને તાલીમ કેન્દ્રોમાં શારીરિક ક્ષમતા કસોટી (PET) અને શારીરિક માપ કસોટી (PST) માટે આજે 21 જાન્યુઆરીથી શરૂ થઈ. પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી 11 ગ્રાઉન્ડ ખાતે 13 માર્ચ 2026 સુધી યોજાશે, જ્યારે મહિલા અને માજી સૈનિક ઉમેદવારો માટે 4 ગ્રાઉન્ડ ખાતે આજે 21 જાન્યુઆરીથી 6 માર્ચ 2026 સુધી કસોટી યોજાશે.
શારીરિક કસોટીમાં પાસ થનાર ઉમેદવારો હવે આગામી લેખિત પરીક્ષાની તૈયારીઓમાં જોડાશે. જે ઉમેદવારો પાસ નથી થઈ શક્યા તેઓ નિરાશ થયા વગર આગામી ભરતી માટે અત્યારથી જ તૈયારી શરૂ કરવાનું મન બનાવી રહ્યા