માનવ ધર્મ કે પ્રણેતા ગુરૂદેવ રણછોડદાસજી તથા હરિચરણદાસજીના અદ્રશ્ય આશીર્વાદથી તેમજ રામજી મંદિરના મહંત જયરામદાસજી બાપુની આજ્ઞાથી ગોંડલ આંગણે આવેલા રામજી મંદિર ખાતે ભવ્યાતીભવ્ય આશ્રમનું નિર્માણ આગામી 25 માર્ચના રોજ થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય તથા ભૂમિપૂજન રમેશભાઈ ઓઝા તથા ડૉં. રામેશ્વરદાસજીના કર કમળ દ્વારા થશે. હરિચરણદાસજીના બ્રહ્મલીન થવાને ત્રણ વર્ષ પૂર્ણ થતા તેમની પુણ્યતિથિ નિમિતે આગામી તા. 25 માર્ચના રોજ સવારે 6.30 જયરામદાસજી દ્વારા પૂજન 7.30 કલાકે પાદુકા પૂજન, શાંતિ પાઠ, પ્રતિમા પૂજન, અસ્થિ સમાધિ મંદિર ખાતે શોડષોપચાર પાદુકા પૂજન તેમજ સવારે 10.30 કલાકે રામજી મંદિરના મહંત જયરામદાસજીના હસ્તે કરવામાં આવશે.
હરિચરણદાસજી માર્ગનું ઉદ્દઘાટન શ્રીમતિ ગીતાબા જયરાજસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ સાધુ સંતોનો ભંડારો તેમજ મહાપ્રસાદ બપોરે 12 વાગ્યે યોજાશે. આ તકે રઘુરામ બાપા ભગત પરિવાર, વીરપુર, ઘનશ્યામજી મહારાજ ભુવનેશ્વરી પીઠ તથા શ્યામસુંદર દાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ ચેતનભાઈ વિનોદભાઈ ચગ, ઘનશ્યામભાઈ જીવરાજભાઈ જોબનપુત્રા, યોગેશભાઈ ગોપાલજી કોટક મુખ્ય યજમાન તરીકે જોડાશે. અતિથિ વિશેષ તરીકે મહારાજ ઓફ ગોંડલ હિમાંશુસિંહજી , જ્યોતિર્મચસિંહજી , માજી સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા , અશ્વિનભાઈ રૈયાણી, ક્રિપાલસિંહ જાડેજા, અલ્પેશભાઈ ઢોલરીયા, અશોકભાઈ પીપળીયા સહીતના ગુરુભાઈઓ અને ભક્તો ખાસ ઉપસ્થિત રહેશે.