રજાની મજા બગડી, રવિવારે રાજકોટમાં સવા ઇંચ વરસાદ

રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે ઝરમર વરસાદ જ વરસતા રવિવારે પણ સવારથી સાંજ સુધીમાં સવા ઇંચ વરસાદ વરસતા રાજકોટવાસીઓની રવિવારની રજાની મજા બગડી હોવાની સ્થિતિ સર્જાઈ હતી.

હજુ આગામી 28મી ઓગસ્ટ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જોકે આ સામાન્ય વરસાદમાં પણ તંત્રની પોલ ખૂલી ગઈ હોય તેમ શહેરના રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલી ભોગવવી પડી હતી.

રાજકોટ શહેરના સેન્ટ્રલ ઝોનમાં રવિવારે 29 મિલિમીટર, વેસ્ટ ઝોનમાં 31 મિલિમીટર અને ઇસ્ટ ઝોનમાં 26 મિલિમીટર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જિલ્લામાં 24 કલાકમાં કોટડાસાંગાણી, લોધિકા અને જામકંડોરણા તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *