31મી ડિસેમ્બરની ઉજવણી માટે નવ સ્થળે ડાન્સ, ડીનર અને ડીજેની પાર્ટીના આયોજન થયા હતા. પોલીસે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ કાર્યવાહી કરી હતી. જેમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર અટલ સરોવરમાં રજવાડી ગ્રૂપ દ્વારા પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં મોડી રાત્રીના મોટા અવાજે લાઉડસ્પીકર વગાડવામાં આવતા હોય પોલીસે આયોજક સહિત ત્રણ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
યુનિવર્સિટી પોલીસ મથકના જમાદાર જગમાલભાઇ ખટાણાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે શિવપરામાં રહેતો હાર્દિકસિંહ દિલીપસિંહ રાઠોડ, મનીષ નરશીભાઇ ચાવડા અને પારસ સુરેશભાઇ જોષીના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અટલ સરોવરમાં લાઉડસ્પીકરનો મોટો અવાજ આવતો હોય તપાસ કરતાં રજવાડી ગ્રૂપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા રાતના 10થી સવારના 6 દરમિયાન મોટા અવાજે લાઉડસ્પીકર ન વગાડવાનું પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં મોટા અવાજે વગાડતા હોય આયોજક હાર્દિકસિંહ, મેનેજમેન્ટનું કામ સંભાળતા મનીષ અને સાઉન્ડ ઓપરેટર પારસ હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.