રઘુવંશી ફ્રેન્ડઝ લેડીઝ એન્ડ ચિલ્ડ્રન ક્લબની પહેલ

રાજકોટની રઘુવંશી ફ્રેન્ડઝ લેડીઝ એન્ડ ચિલ્ડ્રન ક્લબની બહેનો પોતાની બચતની રકમ જરૂરિયાતમંદ બાળકો માટે વાપરે છે. દર અઠવાઠિયે તેઓને પૂરી-શાક,ખીર સહિતનું પૈાષ્ટિક ભોજન કરાવે છે.તેમ ક્લબના પ્રમુખ જાગૃતિબેન ખીમાણી જણાવે છે. વધુમાં તેના જણાવ્યાનુસાર તાજેતરમાં જ્યારે શ્રાદ્ધ મહિનો ચાલતો હતો ત્યારે અંદાજિત 50થી વધુ બાળકોને હોટેલમાં જઈને પિત્ઝા અને તેઓને ભાવતા ભોજનિયાં કરાવ્યા હતા. કારણ કે, શ્રાદ્ધ પર્વમાં એક તો દાનનું મહત્ત્વ હોય છે.

જ્યારે આવા બાળકો માટે હોટેલમાં પિત્ઝા ખાવા એ તેનું સ્વપ્ન હોય છે. તેથી તેઓને હોટેલમાં પિત્ઝા ખવડાવ્યા ત્યારે તેના ચહેરા પરનો આનંદ કંઇક અલગ જ હતો. હોટેલમાં કઈ રીતે જમાય, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઇએ.તે સહિતની તાલીમ આપી હતી. તેમજ બાળકો માટે સમયાંતરે એક દિવસીય નજીકના પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે. જોકે આ આયોજન ક્લબના બાળકો અને તેના પરિવાર માટે રાખવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે, બાળકો પોતાના માતા-પિતા સાથે વધુ નજીક આવે અને મોબાઈલ, લેપટોપ જેવા ગેજેટથી દૂર રહીને તેઓ કુદરતી વાતાવરણના સાંનિધ્યમાં સમય ગાળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *