રઘુનંદન પાર્કમાં આર્થિક ભીંસથી કંટાળી શ્રમિક યુવાનનો આપઘાત

શહેરમાં માંડા ડુંગર પાસે રઘુનંદન પાર્કમાં રહેતા યુવાને પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. રઘુનંદનપાર્કમાં રહેતા રામ બદન ઇજલારા ચૌહાણ”તેના ઘેર હતા ત્યારે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બહારથી ઘેર આવેલા તેની પત્નીએ દરવાજો ખોલી જોતા પતિ લટકતો જોવા મળ્યો હતો. બાદમાં દેકારો કરતા તેના પરિવાર સહિતના લોકોએ દોડી આવી તેને ઉતારી જાણ કરતા 108ની ટીમે પહોંચી મોત જાહેર કરતા આજીડેમ પોલીસ મથકના જમાદાર હરસુખભાઇ ડાંગર સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી કરી છે.

પોલીસની તપાસમાં મૃતક યુવક મૂળ યુપીના તેમજ છેલ્લા વીસેક વર્ષથી રાજકોટમાં રહેતા હતા અને મજૂરીકામ કરતા હોવાનું અને આર્થિક ભીંસથી કંટાળી અંતિમ પગલુ ભરી લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *