રંજનીગંધા, વિમલ અને રાજશ્રી મસાલાનાં સેમ્પલ લેવાયાં

તાજેતરમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્ટ દ્વારા વિમલ અને આરએમડી કંપનીના નોમીનીને સજાનો હુકમ કરવામાં આવ્યા બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાનમસાલાના હોલસેલર્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને વિમલ પાનમસાલા, રજનીગંધા અને રાજશ્રી પાનમસાલાના સેમ્પલ લઇ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

સિનિયર ડેઝિગ્નેટેડ ફૂડ ઓફિસર હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે, રૈયા રોડ પર હનુમાન મઢી ચોકમાં આવેલા મહાદેવ એજન્સીમાંથી સેફરોન બ્લેન્ડેડ વિમલ પાનમસાલાના પાઉચ, રૈયા રોડ પર સદગુરુ તીર્થધામની સામે માધવ તીર્થધામ એપાર્ટમેન્ટમાં આવેલા પ્રતીક ટ્રેડર્સમાંથી પ્રિમિયમ રંજનીગંધા ફ્લેવર્સ પાનમસાલા અને લાખના બંગલાવાળા રોડ પર આશાપુરા ચોકમાં આવેલી મીરા સેલ્સ એજન્સીમાંથી રાજશ્રી પાનમસાલાના પાઉચના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત દૂધસાગર રોડ પર ગજાનન ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, ચુનારાવાડ ચોકમાં મહાદેવ ડેરી એન્ડ મીઠાઇ મોલમાંથી ભેંસનું દૂધ, કોઠારિયા મેઇન રોડ પર આજી ડેમ પોલીસ સ્ટેશન પાસે ટેન્કર નં.જી.જે.-03-BY-6046માંથી મિક્સ દૂધ અને યુનિવર્સિટી રોડ પર પિત્ઝા કન્ટ્રીમાંથી મન્ચુરિયનના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ચકાસણી માટે ફૂડ લેબોરેટરીમાં મોકલી અપાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *