યુવાન રોંગ સાઈડમાં ટુ-વ્હીલરની અડફેટે આવતા મોત ​​​​​​​

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં વેપારી અતુલ અકબરીયા નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તારીખ 29 જાન્યુઆરીના મોરબી રોડ પર મારુતિ પાર્ક શેરી નંબર-1માં રહેતા કાકાનો પુત્ર નિકુંજ કાકાજી સસરાને 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી સિનર્જી હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હોવાથી તેમની ખબર કાઢવા માટે બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે બેડી – માધાપર ચોકડી રોડ પર સીટી આર્ટ મોલથી આગળ પહોંચ્યા હતા.

અહીં જ વણાંકમાં રોંગ સાઇડમાં પૂર ઝડપે આવતા MP 04 ZP 5534ના બાઈક ચાલકે નિકુંજભાઈને અડફેટે લીધા હતા અને તેને કારણે તેઓને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું મોત નીપજ્યું હતુ. ઈમીટેશનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા નિકુંજભાઈનું મૃત્યુ નીપજતા માતા-પિતાએ પુત્ર ગુમાવ્યો છે તો 6 વર્ષની દીકરી જીયાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જોકે, પોલીસે અકસ્માત સર્જનાર વાહનચાલકને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *