વ્યાજના વિષચક્રમાં વધુ એક યુવાન પાસે વ્યાજખોર જ્વેલર્સ દ્વારા 60%ના ઉચ્ચ દરે વ્યાજ વસૂલવા માટે પઠાણી ઉઘરાણી થયાની પોલીસમાં જાણ થતા આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં શહેરના કોઠારિયા રોડ ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં કોઠારિયા ગામથી આગળની બાજુએ રહેતા પિન્ટુભાઈ દિનેશભાઈ સોલંકી (ઉ.વ.23) દ્વારા આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કિરીટભાઈ પ્રભુદાસભાઈ ફિચડિયાનું નામ આપ્યું હતું. ઈલાજ કરવા રૂપિયાની જરૂર પડતા તેણે મિત્રને દશેક હજાર ઉછીના આપવા કહ્યું હતું ત્યારે તેના મિત્રે શ્રીજી જ્વેલર્સવાળા કિરીટભાઈ ફિચડિયા વ્યાજે પૈસા આપતા હોવાનું જણાવતા તેણે આકિરીટભાઈ પાસેથી કટકે કટકે રૂ.20 હજાર 60 ટકાના ઊંચા વ્યાજે લીધા હતા. જોકે પઠાણી ઉઘરાણી અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ વોરંટના ગુનામાં નાસતો ફરતો આરોપી હતો. જેને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે અને આજીડેમ પોલીસને સોંપ્યો છે.
ચોટીલાની હત્યાના ગુનામાં વચગાળાના જામીન મેળવી ફરાર થઇ જનાર કાચા કામના કેદીને રાજકોટ પેરોલ ફર્લો સ્કોડની ટીમે આજી જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ, પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને હ્યુમન સોર્સ અને ટેકનીકલ એનાલિસિસના આધારે હકીકત મળી હતી કે, ત્રણ વર્ષ પૂર્વે તરણેતરના મેળા સમયે પીકઅપ વાહનમાં પેસેન્જર ભરવા બાબતે માથાકૂટ થતાં ત્રણ આરોપીઓએ પીકઅપ ચાલક દેવરાજભાઈ ઘુઘાભાઈ સોલંકીને ઈંટના ઘા મારી હત્યા નીપજાવી દીધી હતી. જે મામલે ચોટીલા પોલીસ મથકમાં ખૂનનો ગુનો દાખલ થયો થયેલ હતો. જે ગુનામાં સુરેન્દ્રનગર સબ જેલનો કાચા કામનો આરોપી વિજય ઉર્ફે વીજલો નાથા સોલંકી વચગાળાના જામીન મેળવી છેલ્લા ચાર માસથી ફરાર છે અને હાલ તે રાજકોટની જીઆઇડીસીમાં છે. જેથી આજીડેમ વિસ્તારના આનંદનગર ખાતેથી વિજય ઉર્ફે વિજલો નાથા સોલંકીની ધરપકડ કરી હતી.
કોઠારીયા સોલ્વેન્ટ પાસે યુવાન પર લોખંડના સળિયાથી હૂમલો નટવરભાઈ દિનેશભાઈ કુંવરિયા (ઉં.વ. 30, રહે. ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર, જામનગર રોડ, રાજકોટ) ગઈકાલે રાત્રિના ત્રણ વાગ્યે ગોંડલ રોડ કોઠારીયા સોલવંટ ફાટક પાસે હતા ત્યારે કોઈ અજાણ્યા માણસોએ ઝઘડો કરી લોખંડના સળિયા વડે માર મારતા અર્ધબેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે આજીડેમ પોલીસને જાણ થતા માર મારનાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.