યુવતીને સળગાવવાનો પ્રયાસ કરનાર સાસરિયાંને વળતર ચૂકવવા હુકમ

રાજકોટની યુવતીને મોરબીમાં સાસુ-નણંદ દ્વારા સળગાવી દેવાની કોશિશ સામેના ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં અદાલતે રૂ.2 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. રાજકોટની પારૂલ રાવતભાઇ સોનારા નામની યુવતીના લગ્ન મોરબીના પોલીસ ખાતામાં જમાદાર અને રાઇટર તરીકે નોકરી કરતાં વાસુર નારણભાઇ ડાંગરના પુત્ર સુભાષ વાસુર ડાંગર સાથે તા.17-01-2016ના રોજ થયા હતા.

જે બાદ સસુરપક્ષ તરફથી માથાકૂટ થતી હતી અને તા.28-12-2018ના રોજ સાસુ-નણંદે ભેગા થઇ ફરિયાદી પારૂલને કેરોસીન છાંટી સળગાવી હતી. ત્યારબાદ અરજદાર પારૂલે કોર્ટમાં મેડિકલ સારવારના તમામ બિલો, સળગાવી દીધેલ હાલતના તમામ ફોટા તથા પ્લાસ્ટિક સર્જરીમાં થનાર ખર્ચ અંગેના ડોક્ટરના અભિપ્રાય સાથેના પુરાવાઓ કોર્ટમાં રજૂ કર્યા હતા અને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબ ફરિયાદ કરી હતી. કોર્ટમાં તમામ પુરાવાઓ ધ્યાનમાં લઇ અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.જે. સંઘવીએ અરજદારના પતિએ કાયદાની કલમ 20 મુજબ અરજી કર્યાની તારીખથી માસિક રૂ.15 હજાર લેખે કાયમી ભરણપોષણ, અરજદારના પતિએ મેડિકલ સારવારનો ખર્ચ તેમજ સામાવાળાએ અરજદાર પર ઘરેલુ હિંસા અને ત્રાસના વળતર પેટે રૂ.2 લાખ ચૂકવવા હુકમ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *