યુવતીને ભગાડી જવાના મામલે યુવક પર ધારિયા, ધોકાથી હુમલો

શહેરમાં મનહર સોસાયટીમાં રહેતા રિક્ષાચાલકને મનહર સોસાયટી પાસે ચાર શખ્સે આંતરી તારો ભાઇ મારી દીકરીને ક્યાં ભગાડી ગયો છે કહી ધારિયા, ધોકા વડે હુમલો કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા કાર્યવાહી કરી છે.

આરટીઓ પાસે મનહર સોસાયટીમાં રહેતા અને રિક્ષાચાલક મયૂરભાઇ ડોડિયા તેનો નાનો ભાઇ સરમણ એકાદ માસ પહેલાં તેના ઘર પાસે રહેતી યુવતીને લઇને કોર્ટ મેરેજ કરી નાસી ગયા હોય યુવતીના પિતા રાવત કુગશિયાએ ફોન કરી વાત કરવા બોલાવ્યો હતો બાદમાં તેની સાથે ફોનમાં વાત કરી અને હું કામમાં છું તેમ કહ્યું હતું. બાદમા તે રિક્ષા લઇને ઘેર આવતો હતો ત્યારે તેના ઘર પાસે આંતરી રાવત કુગશિયા સહિત 4 શખ્સે આંતર્યો હતો. દરમિયાન રાવતે કહ્યું કે, તારા ભાઇ અને મારી પુત્રીની કંઇ ભાળ મળી જેથી તેને ના પાડતા એક શખ્સે લાકડાંના ધોકા વડે ધસી આવી મારકૂટ કરી હતી. બાદમાં રાવતે કહ્યું કે, હું તને સમજાવતો હતો કહી ધારિયા, ધોકાથી ત્રણેય શખ્સે હુમલો કરી નાસી જતા તેને હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે આરોપીઓની ધરપકડની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *