યુવતીનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ફોટા અને રિલ્સ વાયરલ કરી

150 ફૂટ રિંગરોડ નજીક રહેતી 19 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, પોતે ભાડેથી રૂમ રાખીને અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહે છે. પોતે કારના શો રૂમમાં નોકરી કરે છે. અને પોતે ઇન્સ્ટાગ્રામ એપનો ઉપયોગ પણ કરે છે. ગત તા.31.10.2025ના રાત્રે ઘરે હતી ત્યારે તેમની કોલેજની ફ્રેન્ડે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર મેસેજ કરીને જાણ કરી હતી કે, ઇન્સ્ટાગ્રામમા તે એક પ્રોફાઇલ એકાઉન્ટ બનાવેલ છે જેથી તે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ચેક કરતા આ આઇડી પોતે બનાવેલ ન હતું અને ઇન્સ્ટાગ્રામમા ફેક આડી ઉપર ચેક કરતા આ ફેક આઇડીના પ્રોફાઇલ પિક્ચરમાં તેના અસલ ઇન્સ્ટાગ્રામ આઇડી પર પોસ્ટ કરેલ તેમના ફોટા તેમની પરવાનગી વિના મેળવીને આ ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી રાખ્યા હતા.

30 ઓક્ટોબરના રોજ તેના જુદા-જુદા ફોટાથી રીલ્સ બનાવીને પણ પોસ્ટ કરેલ હતી. આ ફેક આઇડીનો ઉપયોગ કરનાર ફ્રેન્ડ સર્કલને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી રહ્યો હોય જે બાબતની જાણ થતા આ અજાણ્યા વ્યક્તિએ તેમની જાણ બહાર ફોટાઓ મેળવી પરમિશન વિના ઇન્સ્ટાગ્રામ ફેક આઇડી બનાવી પ્રોફાઇલ પિક્ચરમાં તેણીના ફોટો તથા ફોટાથી રીલ્સ બનાવી પોસ્ટ કરીને માનસિક રીતે હેરાનગતી કરતા સાયબર હેલ્પ લાઇન 1930 પર અરજી કરી હતી. જે બાદ સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી રાજકોટમાં જ રહેતાં અને યુવતીના પૂર્વ મિત્રને પકડી પુછપરછ કરતા યુવતીએ આરોપી સાથે મિત્રતા તોડી નાંખતા આ કૃત્ય કર્યાનું રટણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *