યુવતીએ બોયફ્રેન્ડ સાથે વાત કરીને પાંચમા માળેથી છલાંગ લગાવી

રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં આપઘાતના ત્રણ બનાવ સામે આવ્યા છે. રાજકોટના કટારીયા ચોક નજીક ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતી યુવતીએ પોતાના બોયફ્રેન્ડ સાથે ફોનમાં વાત કર્યા બાદ પાંચમા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી અને 40 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ તેમજ 30 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

યુવતીએ પાંચમા માળેથી છલાંગ લગાવી કરી આત્મહત્યા પલક નિલેશભાઈ ઝાલા (ઉં.વ.24) ગઈકાલે બપોરે 3 વાગ્યાં આસપાસ ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર ખાતે પોતાના ઘરે પાંચમા માળે હતી ત્યારે પડતું મુકતા ગંભીર ઇજા થઈ હતી તેને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં પલક બપોરે પોતાના માતાને કહ્યું કે, હું તડકો ખાવા અગાશી પર જાવ છું પછી તેના બોયફ્રેન્ડ સાથે ફોન પર વાત કરી હતી અને ત્યારબાદ પગલું ભર્યું હતું તેના બોયફ્રેન્ડના તાજેતરમાં જ લગ્ન થવાના છે જેથી આ પગલું ભર્યાંની શંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક પલક બે બહેનમાં મોટી હતી પિતા હયાત નથી પોતે પ્રાઈવેટ નોકરી કરી પરીવારને આર્થીક મદદ કરતી હતી તેના મોતથી પરિવારમાં શોક છવાયો છે.

યુવકે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા ભાવેશભાઈ નાગજીભાઈ સંઘાણી (ઉં.વ.40) ગઈકાલે બપોરે 2.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી સ્થળ પર પહોંચી 108ના ઈએમટીએ ભાવેશભાઈને મૃત જાહેર કરી પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક લેબ ટેક્નિશિયન હોવાનું અને સંતાનમાં બે પુત્ર હોવાનું સામે આવ્યું છે. ક્યા કારણોસર આ પગલું ભરી લીધુ તે સામે ન આવતા ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *