યુવક-યુવતી અને આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું; ટ્રેન હડફેટે બે સંતાનોના પિતાનું મોત, આપઘાતની આશંકા

રાજકોટના જગન્‍નાથ પ્‍લોટમાં રહેતાં યશ લાખાભાઇ વાળા (ઉ.વ.28) નામના યુવાને ગળાફાંસો ખાઇ લેતાં મોત નિપજ્યું હતું. બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં યશ મુળ પોરબંદરનો વતની હોવાનું અને રાજકોટમાં પોતે ચાર વર્ષથી રહી બ્‍યુટી પાર્લરમાં નોકરી કરતો હતો. યશ ગઇકાલે સાંજે રૂમ પર હતો ત્‍યારે સાથેના બીજા છોકરાઓને ટીફીન લેવા મોકલ્‍યા હતાં. આ છોકરા ટીફીન લઇને આવ્‍યા ત્‍યારે તે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્‍યો હતો. યશ બે ભાઈ બહેનમાં નાનો અને અપરણિત હતો. પરિવાર જ્‍યારે લગ્નનું કહે ત્‍યારે તે કહેતો કે પહેલા મારે કારકિર્દી બનાવવી છે પછી લગ્ન કરીશ. જો કે આપઘાત ક્યાં કારણોસર કર્યું તે જાણવા ન મળતા પોલીસ મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

BSNLના હેલ્પરનો ગૃહકલેશથી કંટાળી આપઘાત રાજકોટના પારેવડી ચોક પાસે આવેલા મહાત્મા ગાંધી પ્લોટ શેરી નં.3માં રહેતા મહેન્દ્રભાઇ મનસુખભાઇ મકવાણા (ઉ.વ.44) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે લોખંડના એગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા બી-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મનસુખભાઇ એક ભાઇ એક બહેનમાં નાના અને BSNLમાં હેલ્પર તરીકે નોકરી કરતા હોવાનું અને તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનુ સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ગૃહકલેશથી કંટાળી જીવન ટૂંકાવી લીધાનું સામે આવ્યું છે.

યુવતીએ ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો રાજકોટના રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતી પાયલ બચુભાઇ બાંભવા (ઉ.વ.20) નામની યુવતીએ ગઇકાલે સાંજે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા તેનુ મોત નિપજ્યુ હતું. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક પાયલ એક ભાઇ ત્રણ બહેનમાં નાની હોવાનું અને તેના છૂટાછેડા થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. બે વર્ષ પહેલા હનુમાન મઢી ચોક પાસે આવેલા બિલ્ડિંગ ઉપરથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને ગંભીર ઇજા થઇ હોય જેનો દુ:ખાવો સહન થતો ન હોવાથી તેણીએ આ પગલુ ભરી લીધાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ટ્રેન અડફેટે ચડી જતા યુવાનનું મોત, આપઘાતની શંકા રાજકોટના મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટી ફાટક પાસે અજાણયો યુવાન ટ્રેન હેઠળ કપાઇ જતા 108ના સ્ટાફે મૃત જાહેર કરી બી ડિવિઝન પોલીસને જાણ કરતા જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન તેની ઓળખ મળતા તે મુળ ધ્રાંગધ્રાનો વતની અને હાલ રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આવેલી રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં એકલો રહેતો ગૌતમ મગનભાઈ પરમાર (ઉ.વ.38) હોવાનુ જાણવા મળ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમાં નાનો અને મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. તેને સંતાનમાં બે પુત્રો હોવાનુ જાણવા મળ્યુ છે. મૃતકે ટ્રેન હેઠળ ઝંપવાલી આપઘાત કરી લીધાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *