શાપરમાં ગોંડલ રોડ પર આવેલ રાજેશ્રી એપાર્ટમેન્ટમાં રહેતા નટુ પ્રેમજીભાઈ વાઘેલા નામનો 39 વર્ષનો યુવાન રાત્રીના 12 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો, ત્યારે અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન ત્રણ ભાઈમાં મોટો હતો અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. નટુ વાઘેલા મધરાત્રે લઘુશંકા કરવા જતો હતો ત્યારે અંધારામાં ત્રીજા માળેથી નીચે પટકાતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.