રાજકોટના ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતો શ્રીદેવ મહેન્દ્રભાઈ નકુમ (ઉ.વ.18) આજે બપોરે 12 વાગ્યાના આસપાસ પોતાના ઘરે હતો ત્યારે રૂમમાં જઈ પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યા હાજર તેમના પિતાએ રૂમ ખોલતા જ પુત્ર ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા આક્રંદ મચાવ્યો હતો. દરમ્યાન આસપાસના લોકો દોડી આવતા 108ને જાણ કરતા 108ની ટીમે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. મૃતક શ્રીદેવને ધો.12 પાસ કર્યું હતું અને કોલેજમાં એડમીશન લેવાની તેયારી કરતો હતો. મૃતક બે ભાઈમાં મોટો હતો અને તેમના પિતા પ્લબીંગ કામ કરતા હોવાનું સામે આવ્યું છે.