યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો મિસીસૌગાએ જૈન અભ્યાસ માટે 25 લાખ ડોલર મેળવ્યા

યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો મિસીસૌગા (UTM)એ જૈન સ્ટડીઝને સમર્પિત નવી ચેરની સ્થાપના કરવા માટે 25 લાખ ડોલરનું એન્ડોઉમેન્ટ પ્રાપ્ત કર્યું છે.

યુનિવર્સીટી મીડિયા રીલીઝ અનુસાર, યુટીએમ ખાતે હ્યુમિનિટીઝમાં આ પ્રથમ એન્ડોઉ્ડ ચેર હશે. UTMએ વધુમાં જણાવ્યું હતું કે આ સાથે જ્ઞાન અને કંચન જૈન અને તેમના પરિવાર દ્વારા યુનિવર્સિટી માટે મંજૂર કરવામાં આવેલી કુલ રકમ 50 લાખ ડોલર થશે.

આ યોગદાન UTM ની દક્ષિણ એશિયન ક્રિટિકલ હ્યુમેનિટીઝ (CSACH) માટેના તેના કેન્દ્રને વિસ્તૃત કરવા અને વૈશ્વિક ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસમાં પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે’, એમ રિલીઝમાં જણાવાયું હતું.

યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે એન્ડોઉ્ડ ચેરની સ્થાપના જૈન ધર્મના ઇતિહાસ, સંસ્કૃતિ, ફિલસૂફી અને દક્ષિણ એશિયા પર તેના દૂરગામી પ્રભાવની સાથે અભ્યાસમાં મહત્વપૂર્ણ રોકાણ દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *