સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2024-25માં આંતર કોલેજ સ્પર્ધાઓના સંચાલન માટે કોલેજ પાસેથી સંમતિ મગાવી છે. જુદા જુદી 50 જેટલી સ્પર્ધા માટે જે કોલેજ સંચાલન કરવા માટે તૈયાર હોય તે 15 જુલાઈ સુધીમાં લેટરપેડ પર સંમતિ મોકલી આપે તેવું જણાવ્યું છે. યુનિવર્સિટી દ્વારા કોલેજના આચાર્યો અને અનુસ્નાતક ભવનના વડાઓને કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, વર્ષ 2024-25 દરમિયાન આંતર કોલેજ સ્પર્ધાના સંચાલન માટે જે કોલેજ કે ભવન રસ ધરાવતા હોય તેમણે કુલ રમતો પૈકી જે રમતોની જવાબદારી લેવા તૈયાર હોય તે કોલેજએ લેટરપેડ ઉપર તારીખ 15 જુલાઈ સુધીમાં મોકલી આપવા જણાવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે આંતર કોલેજ જુદી જુદી સ્પર્ધાઓ યોજાય છે જેમાં સ્વિમિંગ, ટેબલ ટેનિસ, ચેસ, કબડ્ડી, બેડમિન્ટન, ક્રોસ કન્ટ્રી રેસ, હેન્ડબોલ, વોલીબોલ, બાસ્કેટ બોલ, ક્રિકેટ, ફૂટબોલ, હોકી, રેસલિંગ, ટેનિસ, ખો-ખો, જુદો, પાવર લિફ્ટિંગ, વેઇટ લિફ્ટિંગ, રોડ સાઇક્લિંગ, સોફ્ટબોલ, જિમનાસ્ટિક, યોગા, એથ્લેટિક, આર્ચરી, બેઝબોલ, નેટબોલ, વુડબોલ સહિતની જુદી જુદી 50 રમત રમાડવામાં આવશે.