અમેરિકા-ઇઝરાયલ સાથેના યુદ્ધને ઇરાને એક તકમાં બદલી નાખ્યું છે. અમેરિકાએ ખાર્ગ આઇલેન્ડ નજીક સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા, પરંતુ વૈશ્વિક ઓઈલ સંકટના ડરથી ઓઈલ ટર્મિનલને સીધું નિશાન બનાવ્યું ન હતું. આનો ફાયદો ઉઠાવતા ઇરાને ખાર્ગ ટર્મિનલ ચાલુ રાખ્યું અને ‘ઘોસ્ટ ફ્લીટ’ દ્વારા ચીનને સપ્લાય ચાલુ રાખી છે.
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી અને S&P ગ્લોબલ અનુસાર, ઇરાન દરરોજ 1.7 થી 2 મિલિયન (17 થી 20 લાખ) બેરલ ઓઈલની નિકાસ કરી રહ્યું છે. દેશના લગભગ 90% ઓઈલની નિકાસ હજુ પણ ખાર્ગ ટર્મિનલથી થઈ રહી છે.
સાઉથ પારસ ગેસ ફિલ્ડ પરના હુમલાથી નિકાસ પ્રભાવિત થઈ, પરંતુ ગેસ સપ્લાય સંપૂર્ણપણે બંધ થઈ ન હતી. રિપોર્ટ છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા વિદેશી જહાજો પાસેથી ઇરાન પ્રતિ જહાજ લગભગ 16.5 કરોડ રૂપિયા ‘વોર ટેક્સ’ પણ વસૂલી રહ્યું છે.